ભાવનગર જિલ્લાના મહુવા અને તેના તાલુકાના ગામના લોકોના અંદાજીત 30 હજાર જેટલા રેશન કાર્ડ બંધ થઈ જતા ભારે હોબાળો થયો હતો. ઓચિંતા રેશનકાર્ડ બંધ થઈ જવાની જાણ થતા જ લોકો ભારે મુશ્કેલીમાં પડી ગયા હતા. લોકો પોતાના રેશનકાર્ડ ચાલુ કરવા માટે મહુવાની પુરવઠા કચેરી ખાતે પહોંચી ગયા હતા. રેશનકાર્ડ શેના કારણથી બંધ થયા તેનો કોઈ જાતનો જવાબ ન મળતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.