તાપી જિલ્લો આમ તો શાંત માનવામાં આવે છે. પરંતુ હવે આ જિલ્લાને પણ કોઈ પાપીની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે.. કારણે વાલોડ તાલુકાના કુંભીયા ગામના સામાજિક કાર્યકરની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળતા સમગ્ર જિલ્લામાં હત્યાની ઘટના ચર્ચાનો વિષય બન્યો છે..ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે સુરત મોકલી હત્યારા કોણ છે. અને શા માટે હત્યા કરી છે. તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ક્યાંથી મળી લાશ ?
વાલોડના કોસંબીયા ગામની સિમમાંથી સામાજિક કાર્યકર સુધીર ઉર્ફે પિન્ટુ ચૌધરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર પણ વિચારમાં પડી ગયો છે. સુધીર ઉર્ફે પિન્ટુની હત્યા કોણે અને શા માટે કરી, પરિવારનું માનવું છે કે, પિન્ટુનું ગળુ દબાવી હત્યા કરાઈ છે. આ બનાવમાં પોલીસે હત્યારા સુધી પહોંચવાની કોશિષ કરી રહી છે. હવે જોવાનું એ રહ્યું ક્યારે પકડાશે હત્યારો