કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉતરશે ગુજરાતના પ્રચાર મેદાને ઉતરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો પ્રથમ ચરણના મતદારોને રીઝવવાનો જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. તેમજ 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 નવેમ્બરે અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે અને બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. જ્યારે મલ્લિકાર્જુન ખડગે 28 નવેમ્બરે ગાંધીનગર નજીક જાહેર સભાને સંબોધશે. અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર ખડગે સોમવારે પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને મળ્યા હતા.પાર્ટીના કાર્યકરો ખડગેને મળવા માટે સવારથી જ કતારમાં ઉભા હતા. તેમણે ગત 26 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.
જેમાં આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પીએમ મોદી તેમજ અમિત શાહ સહિત ભાજપનાપ્રચારકો પ્રચારકો જોવા મળ્યા હતા. ભાજપના ઝંઝાવાતી પ્રચારની સાથે સાથે કોંગ્રેસે પણ 40 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાતમાં પ્રચાર કરશે.