ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક 34 વર્ષીય પતિએ પોતાની 30 વર્ષીય પત્નીની કથિત રીતે હત્યા કરી નાખી હતી. હત્યા કરવા પાછળનું કારણ પણ ચોંકાવારનું છે. પતિએ પત્ની પાસે એક જ રાત્રીમાં બે વાર શરીર સંબંધ બાંધવાની માગણી કરી. પત્નીએ આ વાતનો ઈનકાર કર્યો તો પતિએ તેની કથિત રીતે હત્યા કરી નાખી. આ હત્યાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે પણ આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીએ શરીર સંબંધની પાડી
પોલીસ સમક્ષ આરોપીએ વિડીયો સ્ટેટમેન્ટ આપ્યું છે. આરોપી મોહમ્મદ અનવરે આ સ્ટેટમેન્ટમાં હત્યાની પણ કબૂલાત કરી છે. આરોપીએ પોલીસને એવું જણાવ્યું કે, મંગળવારની રાત્રે તેણે પોતાની પત્નીને શરીર સંબંધ બાંધવા માટે ઉઠાડી હતી. થોડી વાર પછી તેને બીજી વાર ઈચ્છા થઈ. એ સમયે તેની પત્નીએ ઈનકાર કર્યો હતો. પત્નીએ ઈનકાર કરતા તેને ગુસ્સો આવ્યો હતો. બાદમાં તેણે દોરડાની મદદથી પત્નીનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી હતી.
લાશને 50 કિમી દૂર ફેંકી
હત્યા કર્યા બાદ તેણે લાશને પોલીથીનની બોરીમાં પેક કરી હતી અને ઘરેથી લગભગ 50 કિલોમીટર દૂર ફેંકી દીધી હતી. એ જ દિવસે આરોપીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે. મંગળવારના દિવસે પોલીસને રાતપુરા ગામ પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી હતી. આ ઘટના બાદ ઠાકુરવાડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ દાખલ થઈ હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને આસપાસના પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના ફોટો મોકલ્યા હતા.
પોપટની જેમ પતિએ ગુનો કબૂલ્યો
બીજી તરફ, અમરોહામાં મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ તસવીરોને પોલીસે મેચ કરી અને મોરાદાબાદ પોલીસે અનવરને લાશની ઓળખ કરવા માટે બોલાવ્યો હતો. જ્યારે પોલીસે અનવરને સવાલો પૂછ્યા ત્યારે તે પડી ભાંગ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી, એવુ પોલીસે જણાવ્યું હતું. મૃતક રુકશર કે જે અમરોહામાં રહેતી હતી. તેના લગ્ન અનવર સાથે 2013માં થયા હતા. લગ્ન બાદ તેઓને ત્રણ બાળકો પણ છે. અનવર તેના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર બેકરીની દુકાન ચલાવે છે. જ્યારે તેનો પરિવાર પહેલાં માળે રહે છે. હાલ તો પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે