તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા માંડળ ટોલ નાકુ હંમેશા વિવાદોનું કેન્દ્ર રહ્યુ છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા મારફતે માંડળ ટોલ પ્લાઝામાં ચેક મેટ સિક્યોરિટી કંપનીએ કામદારોને વર્ષોથી કામે રાખેલા હોવા છતાં તેમને અચાનક બદલી કરી પગાર બંધ કર્યો હતો. જેના વિરોધમાં ગુજરાત શ્રમિક સંગઠનના ચેરમેન માકા ચૌધરી અને અન્ય આગેવાનો દ્વારા વડોદરા લેબર કમિશનરને પગાર અને કામદારોના તમામ હકો જેવા કે બોનસ અને નોકરીની સલામતી માટે લેબર કાયદા અંતર્ગત ફરિયાદ કરી હતી અને ટોલનાકું બંધ કરવાની ચીમકી આપી હતી.
આ ઘટના બાદ લેબર કમિશનર દ્વારા માંડળ ટોલ નાકા સ્થિત ચેક મેટ સિક્યોરિટી કંપનીના તમામ લાઇસન્સ રદ કરી ફોઝદારી કાર્યવાહી કરવાની ચીમકી આપતા માંડળ ટોલ નાકા સ્થિત ચેક મેટ સિક્યોરિટી કંપનીનો પસીના છુટી ગયો હતો. ટોળ નાકાના કામદારોને ન્યાય મળ્યો હતો આમ ગુજરાત શ્રમિક સંગઠનની ટીમે કાયદાકીય સૂઝબૂઝ દ્વારા કામદારોને ન્યાયના હિતમાં નિર્ણય અપાવવા ખુબજ જવાબદારી પૂર્વક કાર્ય કર્યું હતું