દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો એ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે તમામ સુગરોએ રૂપિયા 150 થી 400 સુધીનો ભાવ વધાર્યો છે.
છેલ્લા બે વર્ષમાં કોરોના કાળને લઈ સુગરમાં બગાસ,મોલસીસ સહિતની બાય પ્રોડક્ટના ઉત્પાદનને કારણે સારા ભાવો મળતા સુગરને ફાયદો થયો હતો. સાથેજ કેન્દ્ર સરકાર દ્વારા પણ ખાંડ નિકાસ સબસીડી જમા કરી દેવામાં આવતા ઉત્પાદનમાં વધારો થયો છે.
વિવિધ સુગરોનો ભાવઃ-
ગણદેવી સુગર 3 હજાર 475 રૂપિયા
બારડોલી સુગર 3 હજાર 353 રૂપિયા
સાયણ સુગર 3 હજાર 206 રૂપિયા
ચલથાણ સુગર 3 હજાર 186 રૂપિયા
કામરેજ સુગર 3 હજાર 152 રૂપિયા
મઢી સુગર 3 હજાર 025 રૂપિયા
મહુવા સુગર 3 હજાર 125 રૂપિયા