ગુજરાતમાં અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ છે. તો બીજી તરક હવામાન વિભાગ દ્વારા આગામી બીજી મે સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે. વાત કરીએ તાપી જિલ્લાની તો તાપીના વ્યાર, સોનગઢ, વાલોડ, નિઝર, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે. કારણ કે અત્યારે કેરી પાકવાની સિઝન ચાલી રહી છે. ત્યારે કમોસમી વરસાદ પડતા આંબા પરથી કેરીઓ તૂટી પડે છે. તેમજ ખેડૂતોએ વાવેલા શાકભાજીને પણ મોટાપાયે નુકસાન થયું છે.