દાળની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે દેશમાં ઉત્પાદન વધારવાના હેતુથી MSP એટલે કે મૂંગ, તુવર દાળ અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકના MSPમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે.
જેમાં ધાન્ય પાકમાં સાત ટકા,કપાસમાં 8.9નો વધારો કર્યો છે. મકાઈ માટે એમએસપી 2090 પ્રતિ કિવન્ટલ, તુવેર દાળ માટે એમએસપી 7000 પ્રતિ કિવન્ટલ, મગ માટે એમએસપી 8 હજાર 558 પ્રતિ કિવન્ટલ, અડદ માટે એમએસપી 6 હજાર 950 પ્રતિ કિવન્ટલ, મગફળી માટે એમએસપી 6 હજાર 377 પ્રતિ કિવન્ટલ રહેશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, જેઓ વધુ કઠોળની વાવણી કરવા પ્રેરિત થશે અને ઉપજની ઊંચી કિંમત મેળવશે.
કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં કર્યો વધારોઃ-
2023-24 માટે એમએસપીની મોટી જાહેરાત
ધાન્ય પાકમાં સાત ટકા,કપાસમાં 8.9નો વધારો
મકાઈ માટે એમએસપી 2090 પ્રતિ કિવન્ટલ
તુવેર દાળ માટે એમએસપી 7000 પ્રતિ કિવન્ટલ
મગ માટે એમએસપી 8558 પ્રતિ કિવન્ટલ રહેશે
અડદ માટે એમએસપી 6950 પ્રતિ કિવન્ટલ રહેશે
મગફળી માટે એમએસપી 6377 પ્રતિ કિવન્ટલ રહેશે
સુરજમુખી અને સોયાબીનના ભાવમાં કર્યો વધારો