રશિયન સત્તાવાળાઓએ શનિવારે રશિયાના ઘણા પ્રદેશોમાં સુરક્ષા વધારી દીધી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે પ્રાઈવેટ ગ્રૂપ વેગનરના ચીફ યેવજેની પ્રિગોઝિને કહ્યું કે તેમની સેનાએ યુક્રેનની સરહદ પાર કરી લીધી છે, જેના પછી રશિયાના ઘણા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિને રશિયન લશ્કરી નેતૃત્વને ઉથલાવી દેવાની પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે તે લશ્કરી નેતૃત્વને ઉથલાવી નાખવા માટે અંત સુધી જશે, જેના પર તેણે પોતાના લોકો પર હુમલા શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે દેશના પ્રોસીક્યુટર જનરલે જણાવ્યું હતું કે તે સશસ્ત્ર બળવા માટે તપાસ હેઠળ હતો.
લોકોને ઘરમાં જ રહેવાની સલાહઃ-
મોસ્કોના દક્ષિણમાં લિપેટ્સકના ગવર્નર ઇગોર આર્ટામોનોવે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સુરક્ષા પગલાંને મજબૂત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, દરેકને હાલ માટે શાંત રહેવા જણાવ્યું છે. લિપેટ્સકનો પ્રદેશ મોસ્કોથી લગભગ 400 કિલોમીટર દક્ષિણમાં છે. આ સાથે રોસ્તોવના દક્ષિણી ક્ષેત્રના અધિકારીઓએ પણ લોકોને ઘરમાં રહેવા માટે કહ્યું છે.
સોશિયલ મીડિયા પર માહિતી આપતા રોસ્ટોવના ગવર્નર વાસિલી ગોલુબેવે કહ્યું કે કાયદા અમલીકરણ એજન્સીઓ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. તેમણે સ્થાનિક લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી અને લોકોને શાંત રહેવા પણ કહ્યું.