ઉત્તર ભારતમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલત એવી છે કે પહાડ હોય કે ખેતર… બધે જ પાણી જ દેખાય છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને દિલ્હી એનસીઆર સુધી મુશળધાર વરસાદ આફત બની ગયો છે. હિમાચલ રાજ્યોમાંથી જે વીડિયો સામે આવી રહ્યો છે તેમાં માત્ર તબાહીના દ્રશ્યો જ દેખાઈ રહ્યા છે.
જ્યાં દિલ્હીમાં રસ્તાઓ તળાવ બની ગયા છે, તો ઉત્તરાખંડ-હિમાચલમાં પુલ, રસ્તા, કાર અને ઈમારતો પત્તાની જેમ ધરાશાયી થતા જોવા મળે છે. જેના કારણે અનેક વિસ્તારોનો મુખ્યાલય સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. ઉત્તર ભારતમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 19 લોકોના મોતના સમાચાર છે.