તાપી જિલ્લામાં ઠગ ડૉક્ટરોની કોઈ કમી નથી. તેમજ દર્દીઓની સારવાર કરવાના નામે લોકો પાસેથી રૂપિયાની લૂંટ ચલાવનાર ડૉક્ટરોની પણ ખોટ નથી. થોડા સમય પહેલા સોનગઢ નગરમાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના બોગસ ડૉકટરે ઓપરેશન કરવાના નામે એક યુવકનો જીવ લઈ લીધો હતો. જે બાદ રૂપિયાનો ભૂખ્યો અને ખોટી સારવાર કરનાર ડૉકટર સોનગઢ શહેર છોડી ફરાર થઈ ગયો હતો.
પરંતુ પરિવારનો સભ્યો ગુમાવનાર પરિવારે સોનગઢ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ કરતા સોનગઢ પોલીસે મહાઠગ ડૉકટરોને બે મહિના બાદ ભરૂચથી ઝડપી લીધો હતો.