મિત્રો કહેવાય છે કે, અડગ મનનો માનવી ધારે તે કરી શકે. અને આ વાતને સાચી પાડી છે. મહેન્દ્રભાઈ એસ.ગાઈન જી હા મહેન્દ્ર એસ.ગાઈને પોતે પ્રોફેસરની નોકરી છોડીને ડાંગ જિલ્લામાં શિક્ષણની જ્યોત પ્રગટાવવાનું નક્કી કર્યું અને આજ વિચારના લીધા આજે તેમની છાત્રાલયમાં 100થી વધુ અનાથ બાળકોને આશ્રય પણ મળ્યો છે.
ડાંગ જિલ્લાના ધૂળચોંડ ગામમાં આવેલી અનાથ અને ગરીબ બાળકો માટેની એકમાત્ર નિવાસી શાળા એટલે કે સરસ્વતી વિદ્યા મંદિર અને તુલસીવન અનાથ કન્યા છાત્રાલયનું સફળ સંચાલન મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર એસ ગાઈન કરી રહ્યા છે. મહેન્દ્ર ગાઈન પોતે એમ.એ, બીએડ,એમએડ, અને એમફિલ કરેલ છે. પરંતુ તેમને એમફિલની શિષ્યવૃતિમાંથી ડાંગ જીલ્લાના અનાથ અને ગરીબ બાળકોને ગામડાઓમાંથી ફરીને બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપી રહ્યા છે.
મહેન્દ્ર ગાઈનને પ્રોફેસરની નોકરી મળતી હતી. પરંતુ તેમણે નક્કી કર્યું કે મારે અનાથ બાળકોની સેવા કરવી છે અને તેઓ આ કામ કરી પણ રહ્યા છે. મહેન્દ્ર ગાઈનની ધર્મપત્ની વાત કરીએ તો, તેમણે પણ એમ.એ, બીએડ સુધી અભ્યાસ કર્યો છે. અને તેઓ પણ શાળાના આચાર્ય તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે.
સરસ્વતી વિદ્યા મંદિર અને તુલસીવન અનાથ કન્યા છાત્રાલયમાં હાલમાં 100થી વધુ અનાથ અને ગરીબ બાળકો છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લાં છ વર્ષથી તેઓ પોતાની ખેતીની આવકમાંથી તથા સમાજના અગ્રણી દાતાશ્રીઓની મદદથી આ છાત્રાલયનું સંચાલન કરી રહ્યા છે.
ધૂળચોંડ ગામમાં આવેલી આ નિવાસી શાળાનું કેમ્પસના વાતાવરણની વાત કરીએ તો, અંહી બાળકોને રહેવા માટે છાત્રાલય છે. તેમજ ભણવાના ઓરડાંઓ ભોજનાલય સહિતની અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણ અને સંસ્કારનો સેવાયજ્ઞ ટ્રસ્ટી મહેન્દ્ર ગાઈન તેમજ તેમના ધર્મ પત્ની પાર્વતીબેન કરી રહ્યા છે.
આમ આ બંને દંપતિ ગરીબ અને અનાથ બાળકોની સેવાનો રથ છેલ્લાં ઘણાં સમયથી હંકારી રહ્યા છે. જે સમાજના અન્ય લોકોએ પણ આ શૈક્ષણિક સંસ્થાની ઝલક જોવ માટે એકવાર અવશ્ય મુલાકાત લઈ આ સેવાના રથને આગળ વધારવા સારથી બનવું જોઈએ.