સોમવારે મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો તેમજ શંકર ફળિયાના બેઘર પરિવારોના બાળકોએ ડિમોલેશન બાદ પડતી તકલીફો બાબતે જીલ્લા કલેકટરને રજુઆત કરવા પહોંચ્યા હતા.બાળકોએ પોતાની અભિવ્યક્તિને ચિત્ર કલાથી વ્યક્ત કરી હતી. તેમજ ગુલાબ આપીને જીલ્લા કલેકટરને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે સાથે જ રસ્તો બંધ કરેલો હોય સ્કુલમાં જવામાં તકલીફ પડી રહી હોવાની તેમજ વરસાદમાં ડિમોલેશન બાદ રહેવામાં તકલીફ પડી રહી હોવાની રજૂઆત જીલ્લા કલેકટરને કરી હતી.
સમગ્ર રજુઆત સમયે જીલ્લા કલેકટર મુજબ બાળકો રજુઆત કરવા આવ્યા તે તેમને સારું લાગ્યું નથી.આ બાબતે જીલ્લા કલેકટર તેમજ જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા વચ્ચે મિડિયા સમક્ષ ચર્ચા થઈ હતી જેમાં રોમેલ સુતરિયાએ કલેકટરને જણાવ્યું હતું કે અત્યારે બાળકોની ઉપર દયા કે ચિંતા થતી હોય તેમના શિક્ષણની ચિંતા થતી હોય તો ડિમોલેશન સમયે કેમ ચિંતા થઈ નથી.આમ ચર્ચાના અંતે જીલ્લા કલેકટર દ્વારા શનિવાર સુધીનો સમય આપતા જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું નિવારણ કરવામાં આવશે.
હવે જોવાનું એ રહે છે કે બેઘર પીડિત પરિવારો દ્વારા કલેકટરને કરવામાં આવેલી રજુઆત બાબતે જીલ્લા કલેકટર તેમજ પ્રશાસન શું કાર્યવાહી કરશે. તે જોવાનું રહેશે. શંકર ફળિયામા થયેલા અમાનવીય ડિમોલિશન બાદ બેઘર પરિવારો માટે એક આવાજ-એક મોર્ચા દ્વારા શરૂ કરેલી તેમજ તાપી જીલ્લાના જાગૃત આગેવાનો એડવોકેટ નિતિન પ્રધાન, અખિલ ચૌધરી, એડવોકેટ જીમી પટેલ ની આ પહેલ જેના ઉપર હવે સમગ્ર ગુજરાતના નાગરિકોની તેમજ રાજકીય પક્ષોની નજર છે. તેનું શું પરિણામ આવશે તે સમય બતાવશે.