9મી ઓગસ્ટને વિશ્વભરમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને રાજયના 27 વનબંધુ તાલુકાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મુખ્ય સમારોહ તાપી જિલ્લાના સોનગઢમાં યોજાશે. બીજીબાજુ કોંગ્રેસ પણ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે.