મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. તેમણે બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવો જોઈએ.
પૂર્ણેશ મોદીએ તેમનું નિવેદન સીધું સાંભળ્યું ન હતું. મારા કેસને અપવાદ તરીકે જોતાં રાહત આપવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે માનહાનિના કેસમાં મહત્તમ સજાને કારણે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે. પૂર્ણેશ મોદીએ 31 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની માંગ કરી હતી.