ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે મુકુલ વાસનિકને મોટી જવાબદારી સોંપાવામાં આવી છે. રધુ શર્માએ રાજીનામું આપતા,,, હવે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે મુકુલ વાસનિકને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોણ છે મુકુલ વાસનિકઃ-
રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે મુકુલ વાસનિક,,,રઘુ શર્માના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારીની જગ્યા ખાલી પડી હતી. મુકુલ વાસનિક કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. તેમજ રાજકારણમાં પણ તેમને મોટો અનુભવ હોવાનું માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મુકુલ વાસનિકને મોટી જવાબદારી સોંપી છે.