તાપી જિલ્લામાં તાપી માહિતી વિભાગ દ્વારા કેટલાક પત્રકારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. છેવાડાના માનવીની સમસ્યા સરકાર સુધી પહોંચે તે માટે જિલ્લામાં પત્રકારો કામ કરી રહ્યા છે. પરંતુ કેટલાક પત્રકારો સાથે જિલ્લા માહિતી વિભાગ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે.
જેમાં કેટલાક પત્રકારોને સાચા ગણવામાં આવે છે તો, તો કેટલાકને તોડબાજ અને ખોટા પત્રકાર કહેવામાં આવી રહ્યા છે. જેને લઈ પત્રકાર સંઘે અવાજ ઉઠાવ્યો છે. જેમાં પત્રકારોએ જિલ્લા કલેક્ટરને જિલ્લાના તમામ પત્રકારોની બેઠક બોલાવી ખુલ્લી ચર્ચા કરવા માંગ કરી છે.