તાપી જિલ્લામાં ચાલતી એકમાત્ર સિવિલ હોસ્પિટલ કે જ્યાં તાપી જિલ્લાના તમામ આદિવાસિ સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તે કોઈપણ હિસાબે ચલાવી લેવાશે નહીં સરકાર દ્વારા ટોરેંટો ફાર્મા જેવી કંપનીને તાપી જિલ્લાની સિવિલ હોસ્પિટલ ફક્ત ટોકન આપી ભાડે આપવાનું નક્કી કરી રહી છે.
ખાનગીકરણના કારણે આદિવાસી સમાજના લોકોને ખૂબ તકલીફ પડે એવું લાગી રહ્યું છે. તેથી સમાજના આગેવાનો દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા ખાનગીકરણ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. જો ખાનગીકરણને અટકાવવામાં નહીં આવે તો આગામી 13 સપ્ટેમ્બર 2023ના રોજ સમગ્ર આદિવાસી સમાજ રોડ પર આવી પદયાત્રા કાઢી ખાનગીકરણનો વિરોધ કરશે.