40 C
Ahmedabad
Tuesday, May 21, 2024

EXCLUSIVE:- વ્યારા તાલુકાના ગામડાઓમાંથી સુમુલ ડેરીમાં લઈ જવાતું દૂધ ટેન્કરમાંથી કાંઢી વેચી દેવાનું કૌભાંડ


વ્યારા તાલુકાના કેટલાક ગામડાઓમાંથી સુમુલ ડેરીમાં લઈ જવાતું દૂધ ટેન્કર ચાલક અને મળતીયા દ્વારા ટેન્કરમાંથી દૂદ કાંઢી વેચી દેવાનું કૌભાડ સામે આવતા સુમુલ ડેરી સત્તાધીશોમાં હાહાકાર મચી ગયો છે. સમગ્ર ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો, વ્યારા તાલુકાના ગામડાઓ જેમ કે, કટાસવાણ દુધ મંડળી, ભાનાવાડી દુધ મંડળી, વઢવાણીયા દુધ મંડળી, ધામોદલા દુધ મંડળી, વાડી ફળીયું દુધ મંડળી, ડુંગરગામ દુધ મંડળી, સાદડીગામ દુધ મંડળીમાંથી દુધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ ઉપરોક્ત મંડળીઓમાંથી દુધ ટેન્કર નંબર G.J.19-Y-1909માં કુલ કિલોગ્રામ 13 હજાર 482 લિટર હતું. જે દૂધ ટેન્કર ચાલક વિપીન ચંદ્રશેખર તિવારી (ડ્રાયવર) તથા શિવમ લેબર કોન્ટ્રાક્ટનો કર્મચારી કેવીન પટેલ દુધ લઈને સુરત સુમુલમાં જઈ રહ્યા હતા.

પરંતુ રૂપિયાની લાલચે ટેન્કર ચાલકે ઈન્દુ ગામે આવેલી આબાદ ડેરીની સામે ટેન્કર ઊભુ રાખી ટેન્કર ચાલક વિપીન તથા કેવીન પટેલ ટેન્કરમાં પાઈપ નાખી ટેન્કરમાંથી આશરે 280 લિટર દુધ સાત કેનોમાં છલો છલ ભરી (દુધ લેનાર) રાજાભાઈ જોગલને આપી હજારો રૂપિયાનું કૌભાંડ આચરી સુરત સુમુલડેરી સાથે છેલ્લાં લાંબા સમયથી વિશ્વાસઘાત કરી રહ્યા હતા.

બનાવની જાણ ફરિયાદી આકાશ ઈશ્વર પટેલ (સુપરવાઈઝર)ને થતાં તેમણે ટેન્કર ચાલક અને કોન્ટ્રાક્ટ સામે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી કલમ 407,420,114 મુજબનો ગુનો નોંધી સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે ટેન્કર ચાલક દ્વારા છેલ્લાં કેટલાક સમયથી સુમુલ ડેરીમાં લઈ જવાતું દુધ મળતીયાઓને વેચી દઈ સુમુલ ડેરી સાથે હજારો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, તાપી જિલ્લામાંથી સુમુલ ડેરીમાં લઈ જતા અન્ય ટેન્કર ચાલકો પણ આ રીતે કૌભાંડ આચરી રહ્યા છે કે કેમ તે મોટો સવાલ સામે આવી રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!