રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી ગ્રાન્ટેડ શાળાઓની પડતર માંગણીઓને લઈ ચાલી રહેલા આંદોલનમાં હવે શાળા સંચાલકોએ સરકાર સમક્ષ ચિમકી ઉચ્ચારી છે. શિક્ષકોની કાયમી ભરતી અને અગાઉ મંજૂર કરવામાં આવેલી સાત માંગણીઓ પૂર્ણ નહીં થાય તો સંચાલકો ખેલ મહાકુંભનો બહિષ્કાર કરશે.
મહત્વનું છે કે, જો સરકાર માંગણીઓ પૂર્ણ નહીં કરે તો કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો સંચાલકો વિરોધ કરી DEO તરફથી ફાળવવામાં આવનાર જ્ઞાનસહાયક યોજના હેઠળ મળેલા શિક્ષકોને નિમણૂક નહીં આપે. આ સિવાય ખેલ મહાકુંભમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો રજિસ્ટ્રેશન નહીં કરાવે. શિક્ષકોના રજિસ્ટ્રેશન નહીં થવાથી બાળકો પણ નહીં જોડાઈ શકે.