તાપી જિલ્લાના ડોલવણના ઘાણી ગામે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે.. ઉત્તર બુનિયાદીની હોસ્ટેલની પાછળ સંદીપ કાવાજી નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો.. સંદીપ કાવાજી નામનો વિદ્યાર્થી ઉત્તર બુનિયાદીમાં 10 ધોરણમાં અભ્યાસ કરતો હતો.
વિદ્યાર્થીએ હોસ્ટેલની પાછળ બેલ્ડ વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું.. આપઘાત કરનાર વિદ્યાર્થી કપરાડાના ચેપાનો રહેવાસી હતો. પરંતુ તે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીએ શા માટે આપઘાત કર્યો તેને લઈ પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે.