35 C
Ahmedabad
Thursday, May 16, 2024

પંચમહાલના ભીખાપુરા પાસે SRP જવાનોની ગાડી પલટી, અનેક જવાનો ઘાયલ


પંચમહાલ જિલ્લાના હાલોલના ભીખાપુરા પાસે SRP જવાનોની ગાડી પલટી મારી હતી.. ગાડીમાં સવાર 45 જેટલા SRPના જવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી.  ઈજાગ્રસ્ત તમામ જવાનોને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..

ફાયરિંગની તાલીમ પૂરી કરી પરત ફરતા બનાવ

આ ઘટનામાં બે જવાનોને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. SRP જવાનો ફાયરિંગની તાલીમ પૂરી કરીને પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!