રાજ્યમાં જાણે ગૌતસ્કરીનો રાફડો ફાંટ્યો હોય તે રીતે ખુલ્લેઆમ ગૌતસ્કરી થઈ રહી છે.. આ બધાં વચ્ચે દમણ અને વલસાડના ગામોમાં રાત્રી દરમિયાન ગૌતસ્કરી થતી હોવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક પાપીઓ ગૌવંશજોને ઈન્જેક્શન આપી કારમાં લઈ જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ગૌતસ્કરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે, આટલા મોટા પાયે ગૌતસ્કરી થાય છે તે છતાં ગૌ રક્ષકો ક્યાં ગયા તેવો સવાલ થવો સ્વાભાવિક છે. મહત્વનું છે કે, દમણ, ગુજરાત બોર્ડર અને વલસાડમાંથી રાત્રી દરમિયાન ગૌતસ્કરી મોટા પાયે થઈ રહી છે. ત્યારે પોલીસ તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.