અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે હત્યા થવાનો સિલસિલો યથાવત છે. બે દિવસમાં હત્યાની ચોથી ઘટના સામે આવી છે.. સમગ્ર મામલાની વાત કરીએ તો સૌરભ ગુપ્તા નામનો યુવક ચંપ્પલ પહેરીને ઓફિસમાં ગયો હતો. જેથી તેની હત્યા કરી દેવામાં આવી છે. મૃતક યુવકને કેટલાક શખ્સોએ ઢોરમાર માર્યો હતો જેના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામોલના સુંદરમ આવાસ યોજનાની આ સમગ્ર ઘટના છે કે જ્યાં ફાઈનાન્સની ઓફિસમાં ચપ્પલ પહેરીને યુવક ગયો હતો. ત્યારે કેટલાક શખ્સોએ ચપ્પલ પહેરીને કેમ આવ્યો છે તેમ કહી ઢોરમાર માર્યો હતો. જેથી 24 વર્ષીય સૌરભ ગુપ્તા નામના યુવકનું મોત થયું..