28 C
Ahmedabad
Saturday, October 5, 2024

સરકારી ટેન્ડર મેળવવા અધિકારી PIU એસ.એસ. ગુપ્તા ના જ સરનામે શું ગુપ્ત કામ ચાલી રહ્યા છે?


એસ.એસ. ગુપ્તા PIU ના અધિકારી ના સરનામે જ કંપની ખોલી ટેન્ડર પાસ થતાં કૌભાંડની તપાસ કરવા મુખ્ય મંત્રીને યુવા આગેવાન આશિષભાઈ ગજેન્દ્ર ચૌધરી દ્વારા રજુઆત કરાતા અધિકારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.

વાત જાણે એમ છે કે નિવૃત કાર્યપાલક ઈજનેર (વિધ્યુત) એસ. એસ. ગુપ્તા જેઓને ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પી.આઈ.યુ. વડોદરા (ઝોન-૬) ખાતે કરાર આધારિત કાર્યપાલક ઇજનેર(વી) તરીકે નિમણૂક આપવામાં આવી હતી.

તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ થી R.K. Infrastructure ના નામથી S.R. work for A to G ward block , OPD , Trauma center at civil hospital Campus Asarwa Ahemedabad tendered amount rs. ૭૬,૬૨,૯૫૨/- જેવી મસમોટી રકમનું ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું.

એસ.એસ. ગુપ્તાને મળેલ નિમણૂક પત્ર અને ફળવાયેલ ટેન્ડર R.K. INFRASTRUCTURE બંને ના એક જ સરનામાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ હોદ્દા નો દુરૂપયોગ થયા હોવા બાબતની રજૂઆત અરજદાર આશિષભાઈ ગજેન્દ્ર ચૌધરી દ્વારા કરવામાં આવી છે. એક જ સરનામે થી ચાલતા ગુપ્ત કામો થકી સરકારી નાણાં નો વ્યય કરવા કોઈ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે કે પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ મેળવવા માટે ભ્રષ્ટાચારી ખેલ આચરવામાં આવ્યો છે તેની તપાસ માટે રજૂઆત મુખ્યમંત્રી સહિત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ના ચીફ સેક્રેટરી તેમજ ગુજરાત હાઈકોર્ટે ના ચીફ જસ્ટિસ સુધી પહોંચાડવામાં આવી છે જે બાબતે આવનાર દિવસોમાં એક જ સરનામે થી ચાલતા વધુ ગુપ્ત કામો તપાસ બાદ બહાર આવે તો નવાઈ નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
96SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!