ભાવનગર શહેરના માઢીયા રોડ પરના વિક્ટરમાં આવેલા રજાકભાઈના ભંગારના ડેલામાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.. સાથે જ ડેલામાં રહેલો ભંગારનો સમાન બળીને ખાખ થઈ જતા નુકસાન થયું હતું.
આગ લાગવાની જાણ ભાવનગર ફાયર બ્રિગેડની ટીમને થતાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.