ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એવું પગલું ભર્યું હતું કે જેનાથી ચીન નારાજ થયું છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ઇંગ્લેન્ડની ક્રિકેટ મેનેજમેન્ટ ટીમના સભ્યો પણ સાથે રહ્યા હતા. એટલું જ નહીં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટ્વિટર હેન્ડલ પરથી આ મીટિંગની તસવીરો પણ શેર કરવામાં આવી છે.
England Cricket players and management met Tibetan spiritual leader Dalai Lama at his residence in Mcleodganj, Dharamshala in Himachal Pradesh.
(Pic: England Cricket 'X' handle) pic.twitter.com/8B45qdZCka
— ANI (@ANI) March 6, 2024
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અને મેનેજમેન્ટે દલાઈ લામાને હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 5મી ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમ ધર્મશાલા પહોંચી અને દલાઈ લામાને મળી હતી