ગુજરાત પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા રાજ્યના યુવાનો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે.. ગુજરાત સરકાર 12 હજાર જગ્યાઓ માટે પોલીસ ભરતીની જાહેરાત કરી છે.. જેમાં ખાસ કરીને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે…જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે..
જ્યારે SRPની 1000 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.. તો બીજી તરફ જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.. જેલ મહિલા સિપાહીની 85 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે…સાથે જ PSIની 472 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
સિલેબસની વાત કરીએ તો.. પાર્ટ -Aમાં ખાસ કરીને રિઝનિંગ અને ડેટા ઈન્ટરપ્રિટેશન 50 માર્ક.. ક્વોન્ટીટેટિવ એપ્ટિટ્યુડ 50 હશે..
પાર્ટ-Bમાં.. કોન્સ્ટિટ્યુશન ઓફ ભારત એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-25 માર્ક… હિસ્ટ્રી, કલ્ચર હેરિટેજ અને જીયોગ્રાફી..25 માર્ક… કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજ-25 માર્ક.. જ્યારે એન્વાયર્નમેન્ટ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા ઈકોનોમિક્સ 25 માર્ક હશે..