ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવાને કારણે હાલ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્યારે ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા પણ આજરોજ ચિક્કાર માનવ મેદની સાથે નવાપરા રોડ પર આવેલા ગરાસિયા બોર્ડીંગ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં ક્ષત્રિય સમાજની સ્વયંભૂ ભીડ ઉમટી પડી હતી. ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે એકસુરે આહવાન કરવામાં આવ્યું હતું