31 C
Ahmedabad
Sunday, April 28, 2024

આપ નેતાનો વીડિયો જોઈને તમે પણ કેશો જેલમાં એવું પણ થતું હશે !


આપ નેતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે. જેલમાંથી ઘણા બધા વીડિયો બહાર આવી રહ્યા છે. આ બધાં વચ્ચે રવિવારે એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરવામાં આવી રહી છે. સત્યેન્દ્ર જૈનની બેરેકની સફાઈ કરીને ત્યાં પલંગ પણ મૂકતા જોવા મળે છે. આ પહેલા સત્યેન્દ્ર જૈન તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તિહાર જેલમાંથી અત્યાર સુધીમાં સત્યેન્દ્ર કુમારના 4 વીડિયો સામે આવ્યા છે.

તિહાર જેલમાંથી બહાર આવેલા આ વીડિયોને લઈને વિરોધ પક્ષો AAP મંત્રી સત્યેન્દ્ર જૈન પર પ્રહારો કરી રહ્યા છે. આ પહેલા સત્યેન્દ્ર જૈનના ત્રણ વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરાવી રહયા હતા. બીજા વીડિયોમાં હોટેલમાંથી મંગાવેલા ફૂડની માજા માણતા જોવા મળ્યા હતા. જયારે ત્રીજા વીડિયો શનિવારે આવ્યો હતો. જેમાં સત્યેન્દ્ર જૈન તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે સેલમાં વાત કરતા જોવા મળ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!