33 C
Ahmedabad
Friday, April 26, 2024

પુત્રએ શા માટે માતાને માર્યો માર, અને જ્યારે CCTV સામે આવ્યા તો લોકોના હોશ ઉડી ગયા


ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક પુત્રએ તેની માતાને રસ્તા પર ઢોર માર માર્યો છે. પહેલા તો છોકરાએ માતાના વાળ પકડીને ખેંચ્યા, ત્યાર પછી લાતો મારી અને થપ્પડ પમ મારી, પુત્ર તેની માતાને ઘરની અંદરથી બહાર કાઢીને રસ્તા પર લાવ્યો અને ખૂબ જ નિર્દયતાથી માર માર્યો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી. પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે તેના પુત્ર રિતેશ વર્મા વિરુદ્ધ આઈપીસીની કલમ 323, 504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.

આ કેસમાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વીડિયોમાં તેની માતા પર મારપીટ કરતો દેખાતો આરોપી ગાયબ છે. નૌતનવાન પોલીસ તેને શોધી રહી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!