31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

પ્રથમ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત, 1 ડિસેમ્બરે થશે મતદાન


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફર્સ્ટ  ડિસેમ્બરે મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં મંગળવારે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના 19 જિલ્લાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. અહીં ગુરુવારે મતદાન થશે. ગુજરાતમાં પરંપરાગત રીતે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી  અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના રૂપમાં ત્રીજો પક્ષ મેદાનમાં છે, જેણે વિધાનસભામાં 181 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાત ચૂંટણીનું પણ પરિણામ જાહેર થઈ જશે.

પ્રથમ તબક્કાના કુલ 788 ઉમેદવારો

ભાજપ અને કોંગ્રેસના 89-89 ઉમેદવારો અને AAPના 88 ઉમેદવારો મેદાનમાં છે. સુરત (પૂર્વ) બેઠક પરથી AAPના ઉમેદવારે છેલ્લા દિવસે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. પ્રથમ તબક્કામાં ભાજપે નવ મહિલા, કોંગ્રેસે છ અને AAPએ પાંચ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ તબક્કાના કુલ 788 ઉમેદવારોમાંથી 718 પુરુષ અને માત્ર 70 મહિલા ઉમેદવારો છે. જેમાં કુલ 70 પક્ષોના ઉમેદવારો પણ સામેલ છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!