38 C
Ahmedabad
Thursday, May 2, 2024

ચીનની જનતા સામે સરકાર ઝૂકી, કોવિડ પ્રતિબંધોમાં સરકારે આપી છૂટ


ચીનમાં ઝીરો કોવિડ પૉલિસી વિરુદ્ધ લોકોનો આક્રોશ ભભૂક્યો છે, જેને જોતા ચીનની સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. એવું કહેવાય છે કે, ચીનના 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે, જ્યારે ચીનની સરકાર લોકોના બળવાના ડરથી ઝૂકી ગઈ છે. બીજિંગમાં કોવિડ-19 ટેસ્ટિંગ બૂથોને હટાવી દેવામાં આવ્યાં બાદ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે શેનઝેંગ શહેરમાં હવે મુસાફરી માટે કોવિડ ટેસ્ટ રિપોર્ટ દેખાડવાની જરૂર નહી રહે. આ નિર્ણયથી સ્પષ્ટ છે કે, ચીનમાં જારી કોવિડ પ્રતિબંધોમાં ઝડપથી ચૂટ આપવામાં આવી રહી છે.

જો કે ચીનમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દૈનિક કેસો રોજ જૂના રેકોર્ડ તોડી રહ્યાં છે, પરંતુ આર્થિક મંદી અને લોકોના આક્રોશને જોતા ચીનની સરકાર કેટલાક શહેરોમાં કોવિડ ટેસ્ટ અને ક્વોરન્ટાઈન નિયમોમાં છૂટ આપવા માટે પગલા ભરી રહી છે.

ચેંગદૂ અને તિયાનજિન બાદ ચીનના દક્ષિણ શહેર શેનઝેને જાહેરાત કરી છે કે, હવે લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા કે પબ્લિક ગાર્ડનમાં પ્રવેશ માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર નહીં રહે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
76SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!