ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ આપ પાર્ટીએ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે છોટાઉદેપુર બેઠકના તેજગઢ વિસ્તારમાં કેન્દ્રના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલે જન સભાને સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, 50 વર્ષ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો અને મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ઉમેદવાર બનાવ્યો. જેને લઈ કોંગ્રેસ દ્વારા ગદ્દારીનો આરોપના જવાબમાં પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપર આક્ષેપો કર્યા અને મોહનસિંહ રાઠવાને તો ભૂતકાળમાં જનતા દળ માંથી કોંગ્રેસ લઈ ગઈ હોવાનું જણાવ્યું. સાથે મોહનસિંહ રાઠવાને ભાજપ હરાવવા સક્ષમ ન હોવાનું કબૂલી આવા નેતાઓને કોંગ્રેસ કેમ સાચવી ન શકી તેનું આત્મ મંથન કરવાની સલાહ આપી. તેમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપી ગાંધીજીના વારસદાર હોય તો કોંગ્રેસને હકેલી દેવાની વાત કરી.