બાંગ્લાદેશે શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમના મીરપુરમાં રમાયેલી સીરિઝની ફર્સ્ટ ODI મેચમાં ભારતને એક વિકેટથી હરાવ્યું. ભારતે પહેલા બેટિંગ કરતા 41.2 ઓરમાં 10 વિકેટ ગુમાવીને 186નો એકદમ સરળ ટાર્ગેટ આપ્યો હતો. જો કે, જવાબમાં બાંગ્લાદેશે એક રીતે મેચ હારતી દેખાઈ રહી હતી.
પરંતુ 9મી વિકેટ માટે 50 રનથી વધુ પાર્ટનરશિપ સાથે બાંગ્લા ટીમે 46 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 187 રન ફટકારીને શાનદાર વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશની એક પછી એક વિકેટ પડી રહી હોવાથી દર્શકો અને ટીમ ઈન્ડિયાને પણ એવું લાગતું હતું કે તેઓ જીતી જશે પરંતુ બોલર્સે સારી બેટિંગ કરીને પોતાની ટીમને ઐતિહાસિક પાર્ટનરશિપ સાથે જીત અપાવી છે. બીજી તરફ વર્લ્ડ કપમાં મળેલી કારમી હાર બાદથી રોષે ભરાયેલા ભારતીય ફેન્સની નારાજગી ઓર વધી ગઈ છે.