બોલિવૂડ એક્ટર આમિર ખાન હાલના દિવસોમાં લાઇમલાઇટમાં છે. તેણે થોડા સમય પહેલા એક એવું નિવેદન આપ્યું હતું જે બાદ હિંદુ સમાજ તેનાથી નારાજ થઈ ગયો હતો. જેની સીધી અસર તેની બિગ બજેટ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર પડી હતી. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી અને જે ખૂબજ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ આમિર ખાને એક્ટિંગમાંથી થોડો સમય બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આમિર ખાને મીડિયાને કહ્યું છે કે તે થોડા સમય બાદ તે ફિલ્મોનું નિર્માણ કરશે. પરંતુ તેમાં અભિનય નહીં કરે. તેવી વાત કરી હતી.
જો.કે આમિર ખાનની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે મરાઠી વેશમાં પૂજા કરતો જોવા મળી રહ્યો છે. આમિર ખાન અને કિરણે તેમની નવી પ્રોડક્શન ઓફિસમાં કલશ પૂજા કરી હતી. જે દરમિયાન આ તસવીરો લેવામાં આવી હતી. આ તસવીરો સામે આવતા જ લોકોએ આમિર ખાનને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો કહી રહ્યા છે કે લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થતાં જ આમિર ખાન હોશમાં આવી ગયો છે.