અમરેલી જિલ્લામાં જંગલી પ્રાણીઓ જંગલમાંથી આવતા હોય તેવા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આવેલ એટીએમમાં હરણ ઘુસી ગયું હતું અને અંદર પુરાઈ ગયું હતું. અંતે ભારે જહેમત બાદ વન વિભાગે હરણનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યું હતું.
મળતી વિગતો પ્રમાણે તારે પેટ્રોલ પંપ નજીક આવેલા એટીએમ રૂમની અંદર હરણ ઘુસી જતા અચાનક દરવાજો બંધ થઈ ગયો હતો. તેથી હરણ એટીએમ રૂમ દરવાજાની અંદર પુરાઈ ગયું હતું. એક શ્વાન હરણની પાછળ આવી આવી ચડતા તેને જોઈને ભસવા લાગ્યું હતું. જેથી એટીએમ રૂમની અંદર રહેલું હરણ બહાર આવવા માટે દોડભાગ કરી રહ્યું હતું.
એક કલાકથી વધારે સમય થયો હોવા છતાં પણ બહાર નીકળી શક્યું ન હતું અને બાદમાં વન વિભાગે ભારે જહેમત બાદ હરણનું રેસ્ક્યુ કર્યું હતું અને બાદમાં તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.