ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં તમામ જોર લગાવી દીધું અને આપ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બીજેપી અને કોંગ્રેસની સામે હારી ગઈ છે પરંતુ ધારાધોરણ પ્રમાણે રાષ્ટ્રીય પાર્ટી બનવામાં ગુજરાતમાં જોર બતાવી સફળ જરુર થઈ છે. કેજરીવાલ ગુજરાતમાં ફોકસ કરી રહ્યા છે. તેઓ જાણે છે કે, ગુજરાતમાં રાજનિતી બદલાય છે અને હાર બાદ પણ અહીં એ જ આશય સાથે તેઓ અત્યારથી મહેનત કરી રહ્યા છે. હાર બાદ લોકસભા તેમનો પ્લાન બી હોઈ શકે છે છેવટે રાષ્ટ્રીય પાર્ટી બનવામાં 5 બેઠકો અને 13 ટકા મતો કાફી છે જે તેમને અહીંથી મળ્યા છે.
આપ પાર્ટીએ ગુજરાતમાં માહોલ બનાવી રાખ્યોઃ-
અરવિંદ કેજરીવાલની ફ્રી રેવડીએ ઘણી અસર કરતા આપ પાર્ટીએ આ વખતે 13 ટકા વોટ મેળવ્યા છે. અરવિંદ કેજરીવાલનો જે રીતે ઝંઝાવાતી પ્રચાર ગુજરાતમાં આ વખતે જોવા મળ્યો હતો તેના પરથી ચોક્કસ અનુમાન લગાવી શકાય છે કે, અરવિંદ કેજરીવાલ જો હારે તો પણ પ્લાન બીના મૂડમાં ચોક્કસ હતા કેમ કે, તેમને હાર બાદ રાષ્ટ્રી પાર્ટી આપ પાર્ટી બની ગઈ છે તે બગલ સૌ ગુજરાતીઓનો આભાર માન્યો હતો. માહોલ બનાવવામાં કામયાબ ગુજરાતમાં રહેલા અરવિંદ કેજરીવાલે અત્યારથી જ લોકસભાની તૈયારી શરુ કરી દીધી છે
5 બેઠકો જીતી હવે વિશ્વાસ જીતવા બેઠકો શરુઃ-
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આપ પાર્ટીની 2024ના લોકસભાની તૈયારીમાં વ્યસ્ત બની ગઈ છે. આજે આપ પાર્ટીના ગુજરાતના હોદ્દેદારોની બેઠક મળી હતી. બંધ બારણે આ બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓની વચ્ચે ત્રીજો પક્ષ બનાવવામાં કામયાબ રહેલી અને 5 બેઠકો પર જીત મેળવી ચૂકેલા આપ પાર્ટી હવે ગુજરાતમાં લોકસભાને લઈને તૈયારીઓ કરી રહી છે. આપ પાર્ટીની બેઠક આજે ગુજરાતમાં અમદાવાદ ખાતે મળી હતી. ખાનગી હોટલેમાં બંધ બારણે બેઠક મળી હતી.
આપ પાર્ટીને 40 લાખ વોટ મળ્યા :-
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અગાઉ આપની હાર બાદ કાર્યકર્તામાં જોશ ભરવા કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ 40 લાખ મત આપ્યા છે. ગોપાલ ઈટાલિયાએ સૌનો આભાર માન્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ખાનગી હોટલમાં આજે બેઠક લોકસભાની તૈયારીને લઈને કરી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીની રણનીતિને ઘડવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બૂથ મેનેજમેન્ટ અને પ્રચાર પર પણ વિશેષ ફોકસ કરવામાં આવશે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAP તૈયારીઓ પર ચર્ચા કરી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 13% મત મેળવ્યા બાદ અને 5 સીટો જીત્યા બાદ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષોની હરોળમાં સામેલ થઈ ગઈ છે. આ સિદ્ધિ AAP અને અરવિંદ કેજરીવાલ માટે ખૂબ જ ખાસ છે.
નવી રણનીતિ માટે દિલ્હીમાં 16મીએ બેઠકઃ-
દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 134 બેઠકો જીતીને બહુમતી મેળવી છે પરંતુ આમ આદમી પાર્ટી, જેણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો કેજરીવાલે લખીને પણ આપ્યું હતું. ત્યાં અપેક્ષિત પરિણામ મળ્યું ન હતું. માત્ર જૂજ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આ સિવાય હિમાચલ પ્રદેશ વિધાનસભામાં આમ આદમી પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ 16મીએ દિલ્હીમાં યોજાનારી પાર્ટીની નેશનલ કોન્ફરન્સની બેઠકમાં આ તમામ ચૂંટણી પરિણામો પર ચર્ચા કરશે.