32 C
Ahmedabad
Monday, September 9, 2024

રાણો રાણાની રીતે કહેનારો દેવાયત ખવડ, પોપટ બની પોલીસ સ્ટેશનમાં હાજર થયો


મયૂરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરાવવાના આરોપનો સામનો કરી રહેલો લોકગાયક દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડની કસ્ટડી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. દેવાયત ખવડ છેલ્લા નવ દિવસથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. ધરપકડથી બચવા માટે તેણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. દેવાયત ખવડ વિરુદ્ધ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ બદલ કલમ 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોણ છે દેવાયત ખવડ ?
દેવાયત ખવડે રસ્તા પર ચાલતા જઈ રહેલા મયૂરસિંહ રાણા પર લાકડી-ધોકા વડે પોતાના સાગરિતો દ્વારા હુમલો કરાવ્યો હતો. જેમાં મયૂરસિંહને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના રાજકોટમાં ખૂબ જ ઘેરા પ્રતિસાદ પડ્યા હતા. ક્ષત્રિય સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી આપતા પોલીસ સમક્ષ જલ્દીથી જલ્દી દેવાયતની ધરપકડ કરવા માટે માગ કરી હતી, તો બીજી તરફ પીડિતના પરિવારજનો દ્વારા આ મામલે વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. મયૂરસિંહ પર 07 ડિસેમ્બરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ દેવાયતની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દેવાયત વિરુદ્ધ કલમ 307 હેઠળ ગુનો નોંધાયો

આગોતરા જામીન અરજી ફગાવી દેવાશે તેવા ડર સાથે દેવાયત આજે સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હોવાની ચર્ચા છે. જોકે, હુમલામાં સામેલ તેના બે સાથીઓ હજુય પોલીસની પકડની બહાર છે. દેવાયત વિરુદ્ધ કલમ 307 હેઠળ ગુનો નોંધાયો છે. ગુનાની ગંભીરતા જોતા દેવાયતને પોલીસ સ્ટેશનને બદલે કોર્ટમાંથી જ જામીન મેળવવા પડશે. જેમાં સમય લાગી શકે છે, આમ તેને જેલની હવા ખાવાનો વારો આવશે તે નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે, દેવાયત વિરુદ્ધ ભૂતકાળમાં પણ મારામારી કરવાના ગુના નોંધાયેલા છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
79SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!