ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન, તેવી જ પરિસ્થિતિ ગ્રામીણ ભારતની છે. આવો જ એક કિસ્સો બેકિંગ સિસ્ટમ સાથે જોડાયેલો સામે આવ્યો છે. જ્યાં અભણ વ્યક્તિઓને પોતાના વ્યક્તિગત નિયમોનો પાઠ ભણાવતા મેનેજરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મેનેજર સાહેબ કહી રહ્યાં છે કે, સીનિયર સીટિઝનને પણ પૈસા લેવા હોય તો બેંકમાં આવવું પડશે. બેંક મેનેજરને પૂછવામાં પણ આવે છે કે, સીનિયર સીટિઝન માટે બેંકની કોઈ જવાબદારી બને છે કે નહીં? જોકે, તે અંગે તેમના પાસે કોઈ જવાબ નહતો.
સીનિયર સીટિઝન માટેના આરબીઆઈ દ્વારા આપેલા ડોર સ્ટેપ બેંકિંગ સિસ્ટમ અંગે બેંક મેનેજર અજાણ હોય તેવું લાગી રહ્યું હતું. તેઓ માત્રને માત્ર પોતાની વાત પર જ અડગ રહ્યાં હતા કે, તમે સીનિયર સીટિઝનને રિક્ષામાં પણ અહીં લઈ આવો ત્યારે જ પૈસા મળશે.
બરોડ ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર આરવી પટેલ દ્વારા સીનિયર સીટિઝનના અધિકારોનું ઉલ્લંઘન કરવાની સાથે-સાથે આરબીઆઈ દ્વારા આપેલા સર્કૂલરનું પણ ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા. ગ્રાહક દ્વારા બેંક મેનેજરને વારંવાર સીનિયર સીટિઝન અધિકાર અને આરબીઆઈ સર્કૂલર વિશે જણાવ્યા છતાં બેંક મેનેજરે ગ્રાહકને રિક્ષા થકી બેંકની નીચે લાવવાની વાત દોહરાવ્યા રાખી હતી.
આ કિસ્સો મહેસાણા જિલ્લાના ડભાડ ગામનો છે. ડભાડ ગામની બરોડ ગુજરાત ગ્રામીણ બેકના મેનેજર આરવી પટેલ દ્વારા આરબીઆઈ દ્વારા આપેલા સર્કૂલરનું ઉલ્લંઘન કરીને સીનિયર સીટિઝન અધિકારીઓને જડમૂળથી ફગાવી દીધા છે. તેઓ કહી રહ્યાં છે કે, ગામમાં તો અનેક સીનિયર સીનિયર સીટિઝન હોય તો શું મારે ઘરે-ઘરે પૈસા આપવા જવાનું? આ શબ્દો પણ દાદાગીરી સાથે કહેવામાં આવે છે. બેંક મેનેજર સીનિયર સીટિઝનના અધિકારો અંગે વાત સાંભળવા માટે તૈયાર જ નથી.
તે ઉપરાત બેંક મિત્રના ધારાધોરણોનો પણ ઉલ્લંઘન થતો જોવા મળ્યો છે. બેંક મિત્રને લઈને પણ સરકાર દ્નારા કેટલાક ધારાધોરણ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં બેંક મિત્ર બનવા માંગતા વ્યક્તિ પાસે ઓછામાં ઓછા 100 વર્ગ ફૂટમાં ઑફિસ હોવી જોઈએ. તે ઉપરાંત તેના લગતી સાધન સામગ્રી હોવી ફરજિયાત છે. જોકે, અહીં તો બેંક મિત્રને બેંકમાં જ બેસાડી દેવામાં આવ્યો છે.
આવી જોહુકમી અને સરમુખત્યારશાહીના કારણે સામાન્ય વ્યક્તિઓના અધિકારોનું હનન થઇ રહ્યું છે. પોતાની પાસે સત્તા હોવાથી અધિકારીઓ અહંકારમાં અંધ બની જતા હોય છે. અહંકારમાં અંધ બનેલા લોક માનવતાને પણ નજર અંદાજ કરી દેતા હોય છે. જે રીતે આ કેસમાં માનવતાને પણ ફગાવી દેવામાં આવી છે. શું બેંકની પોતાના ગ્રાહકોને લઈને કોઈ જ જવાબદારી જ નથી?
સીનિયર સીટિઝનનો અધિકારોના હનનને અટકાવવા માટે બેંકોએ આવા અધિકારીઓ સામે કડક પગલા ભરવા રહ્યાં. જેઓ સીનિયર સીટિઝન અધિકારીઓનો ખ્યાલ રાખતા નહોય તેઓ પોતાના અન્ય ગ્રાહકો સાથે કેવો ખરાબ વ્યવહાર કરતા હશે, તે વિચારવાનું રહ્યું. ઉલ્લેખનિય છે કે, આવી રીતના ખરાબ વ્યવહાર શહેરો કરતાં ગામડાઓમાં વધારે પ્રમાણમાં થતાં હોય છે. કેમ કે, આવા દબંગ અધિકારીઓને ખ્યાલ છે કે અહીં અમારા વિરૂદ્ધ કોઈ બોલી શકે તેમ નથી.
શું કહે છે આરબીઆઈનું સર્કૂલર
70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને અથવા ગંભીર રૂપે બીમાર રહેતા સિનિયર સિટિઝનને બેંક તેમના ઘર સુધી મૂળભૂત બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરે છે. આ સુવિધાઓમાં કેશ ટ્રાન્ઝેક્શન, ડિમાન્ડ ડ્રાફ્ટ, KYC ડોક્યુમેન્ટ અને લાઇફ સર્ટિફિકેટ લેવા જેવી ઘણી સેવાઓ શામેલ છે.
આ ઉપરાંત, સિનિયર સિટિઝને ચેક બુક મેળવવા માટે પણ બેંકમાં જવાની જરૂર નથી. જો તે ઇચ્છે તો બેંક તેમની ચેક બુક ઘેર પહોંચાડી શકે છે. જોકે, આ બધી ફેસિલિટી માટે વિવિધ બેંક તરફથી અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવે છે.
આ ઉપરાંત, સિનિયર સિટિઝને ચેક બુક મેળવવા માટે પણ બેંકમાં જવાની જરૂર નથી. જો તે ઇચ્છે તો બેંક તેમની ચેક બુક ઘેર પહોંચાડી શકે છે. જોકે, આ બધી ફેસિલિટી માટે વિવિધ બેંક તરફથી અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવે છે.
ગ્રાહકે બેંક મેનેજર વિરૂદ્ધ આરબીઆઈમાં દાખલ કરી ફરિયાદ
સીનિયર સિટિઝનના અધિકારોને અને આરબીઆઈના સર્કૂલરનું ઇન્કાર કરીને ગ્રાહક સાથે ખરાબ વર્તન કરતાં ગ્રાહકે આરબીઆઈમાં ફરિયાદ દાખલ કરીને પોતાના અધિકારોની માંગણી કરી છે.
જીવન પ્રમાણપત્રની રજૂઆત
‘જીવન પ્રથમ’ યોજના હેઠળ ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ સિવાય પેન્શન ચૂકવનાર બેંકની કોઈપણ શાખામાં જઈને જીવન પ્રમાણપત્ર પણ સબમિટ કરી શકાય છે. જીવન પ્રમાણપત્ર લેનાર શાખાની જવાબદારી છે કે તે કોઈપણ વિલંબ વિના તેને બેંકની કોર બેંકિંગ સિસ્ટમમાં અપડેટ કરે, જેથી પેન્શન મેળવવામાં કોઈ વિલંબ ન થાય.
ઘણી વખત બેંકો વરિષ્ઠ નાગરિકોને માત્ર હોમ બ્રાન્ચમાં જ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું કહે છે, જ્યારે રિઝર્વ બેંકના પરિપત્રથી સ્પષ્ટ છે કે તમામ શાખાઓ CBS સાથે જોડાયેલી છે, તેથી જીવન પ્રમાણપત્ર ગમે ત્યાંથી સબમિટ કરી શકાય છે.
બેંક મિત્ર માટે શું છે સરકારી ધારાધોરણ?
જેની પાસે કોમ્પ્યૂટર કે લેપટોપ હોય તે જ વ્યક્તિ બેંક મિત્ર બનવા માટે અરજી કરી શકે છે. તે ઉપરાંત ઈન્ટરનેટની સુવિધા, પ્રિન્ટર, સ્કેનર. સહિત ઓછામાં ઓછા 100 વર્ગ ફૂટમાં ઑફિસ હોવી ફરજિયાત છે.