1717 kmની સાયકલ પર યાત્રા કરનાર “મહા સિધ યોગી ભોલેનાથ ” છે, જે હરિદ્વારથી જૂનાગઢનાં ગીરનાર સુધીની યાત્રા શુરુ કરી છે. આ યોગી બાબા સાથે વાત કરતાં માલુમ પડ્યું કે ” હું ક્યારે હરિદ્વારથી નીકળ્યો એ ખભર નથી, હું યાત્રા કર્યા કરું છું હાલમાં જૂનાગઢની યાત્રા ચાલુ કરી છે, હું રાત -દિવસ ચાલુ છું જમવાનું મળી જાય છે ભગવાનની કૃપા છે ક્યારે મને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો નથી પડ્યો, ” આ બાબાની મુલાકાત
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે થઇ હતી. આ સાધું ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી મુસાફરી કરી છે, દેશમાં વિવિધ પ્રકારના મનુષ્ય રહે છે પણ આવા ધર્મમાં ઊંડાળ સુધી ઉતારેલા વ્યક્તિ એકજ હોય છે જે પોતાની મનની શાંતિ માટે યાત્રા કરતાં હોય છે, જૂનાગઢનાં ગીરનારની તળેટીમાં મહાશિવ રાત્રીનો ભવ્યો મેળો ભરાઈ છે. જે ગુજરાતનો “મીની કુંભ મેળો” તરીકે ઓળખાઈ છે જ્યાં દેશના અનેક ભાગમાંથી ભક્તજનો અહીં મેળામાં ભાગ લેવા આવતા હોય છે.