સ્મોલ સ્ક્રીનથી સિલ્વર સ્ક્રીન સુધીની સફર ખેડનારી અભિનેત્રીઓમાં યામી ગૌતમનું નામ પણ સામેલ છે. યામીએ ઉરી, બાલા, વિકી ડોનર, કાબિલ, બદલાપુર જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી છે. જો કે, એક સમય એવો હતો જ્યારે યામીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. વાસ્તવમાં યામી આ ઇન્ડસ્ટ્રીના વલણને કારણે બહુ હતાશ થઈ ગઈ હતી.
યામીએ વાતચીતમાં જણાવ્યું કે તેણે એવો અનુભવ કર્યો હતો કે અહીં માત્ર દેખાવને જ ધ્યાનમાં લેવામાં આવે છે. યામીએ ઇન્ડસ્ટ્રીની સિસ્ટમ અંગે કહ્યું કે એક પોઈન્ટ આવે છે જ્યારે તમને કોઈ બાબત બહુ દુઃખી બનાવે છે. કરિયરની શરૂઆતના દિવસોમાં લગભગ દરેક આનો સામનો કરે છે.