ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી ચાર દિવસ ઠંડીનું પ્રમાણ હજુ વધશે. આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સાથે જ સૂસવાટો મારતો પવન ફૂંકવાની પણ શક્યતા છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે ઠંડીનો પણ ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ઠંડીનો પ્રમાણ વધશે. આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે.