29 C
Ahmedabad
Saturday, April 27, 2024

કપાસની ખરીદીમાં વેપારી દ્વારા ગોલમાલ, નાંદોદના ટંકારી ગામે રિમોટ દબાવવાથી વજન ઓછુ થયાનો વીડિય વાયરલ


નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ટંકારી ગામનો વિડિયો વાયરલ થયો છે. જેમાં જે વેપારી દ્વારા ગામડે ગામડે કપાસની ખરીદી કરવામાં આવે છે. તે વેપારીએ ટંકારી ગામ તેમજ આજુબાજુના ખેડૂતો સાથે કપાસની ખરીદીમાં ચિંટિગ કરતો હોવાનું સામે આવ્યું છે. વેપારી દ્રારા રિમોટનું બટન દબાવવાથી વજન ઓછું થાય છે જેમા A દબાવે તો 5 કિલો કપાસ ઓછો થાય છે.

જ્યારે C બટન દબાવ તો 15 કિલો જેટલો વજન કપાઈ જાય છે.વેપારી કપાસની ખરીદી કરવા માટે ટંકારીમાં ગયા હતા. ત્યારે ગામ લોકોને વેપારી પર શંકા જતા વેપારી ચેક કરતા વેપારી પાસેથી રિમોટ મળી આવ્યું હતું. વેપારીની પોલ ખુલી જતા ગામ લોકો ભેગા થઈ જતા વેપારી વજન કાંટો મૂકીને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઇ રહ્યો છે જ્યારે તંત્ર દ્વારા વેપારીઓને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરાઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!