ઉત્તરાખંડના જોશીમઠમાં અનેક જગ્યાએ જમીન ઘસી પડવાના અને સેંકડો મકાનોમાં તિરાડો પડતા મકાનો તૂટી રહ્યા છે. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની પેનલે તેની સામે હાથ ઉપર કરી દીધા છે. સરકારી પેનલે જે ઘર પર જોખમ છે તેને તાત્કાલિક તોડી પાડીને ત્યાં રહેનારાઓને અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સલાહ આપી છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ જોશીમઠમાં થઈ રહેલા નુકસાનની પ્રક્રિયા બહુ પહેલાં ચાલુ થઈ ગઈ હતી. આ શહેર જૂના ભૂસ્ખલનના કાટમાળ પર જ બન્યું છે. એટલું જ નહીં પણ જોશીમઠ સિસ્મિક ઝોન પાંચમાં આવે છે, જ્યાં ધરતીકંપ અને ભૂસ્ખલનની શક્યતા વધુ છે.
જોશીમઠ સમુદ્ર તળથી છ હજાર ફૂટ ઊંચાઈ
2021ની સાલમાં પણ આ વિસ્તારમાં જોખમ હોઈ અહીં સબ-સરફેસ એક્ટિવિટી થઈ રહી હોવાનું કહેવામાં આવ્યું હતું. જોશમીઠ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સમુદ્ર તળથી છ હજાર ફૂટ ઊંચાઈ છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ અહીં બહુ સ્ટ્રેન એનર્જી છે, જે અનેક વખતે ધરતીકંપ અને ભૂસ્ખલનનું સ્વરૂપ છે છે. એટલું જ નહીં 1976માં મિશ્રા પંચે શહેરના મૂળિયા સાથે ચેડા કરવા જોખમી હોવાનું કહીને કોઈ પણ પ્રકારનું ખોદકામ કે બાંધકામ નહીં કરવાની ચેતવણી આપી હતી.
શહેરના મૂળિયા સાથે ચેડા ન કરવા ચેતવણી
25 ટકા જોશીમઠ સામે સંકટ હોવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. છતાં અહીં મોટા પ્રમાણમાં નવા બાંધકામ માટે સતત ખોદકામ થયું છે. થોડા વખત અગાઉ આવેલા પૂર બાદ પણ જિલ્લામાં એનટીપીસીનો 510 મેગાવોટનો તપોવન વિષ્ણુગઢ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પહાડો પર નદી અને નાળાના પ્રાકૃતિક વહેણને રોકીને તેની દિશા બદલવામાં આવ્યા છે. તેથી ગ્રાઉન્ડ વોટર પ્રેશર રોકી શકાતુ નથી. પહાડોનું ખોદકામ કરવામા આવી રહ્યું છે, તેને કારણ પણ જોશીમઠને નુકસાન થયું હોવાનું કહી શકાય.