છોટાઉદેપુર જિલ્લાના સંખેડામા દોરામાં ઘવાયેલી હાલતમાં બગલો અને જળકૂકડી મળી આવ્યા હતા. જેને સંખેડા રેન્જ ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી. સંખેડામા જળકૂકડી ઘવાયેલી હાલતમાં હોવાનું રેન્જ ફોરેસ્ટની ટીમને જાણ થતા ફોરેસ્ટ ખાતાના કર્મચારી જીતેન્દ્ર તડવીએ સ્થળ પર પહોંચી જળકૂકડીનો રેસ્ક્યું કર્યો હતો. જળકૂકડી પશુ સારવાર કેન્દ્ર સંખેડા ખાતે લઇ જઇ સારવાર કરવામાં આવી.
તો બીજી તરફ સંખેડા તાલુકાના રાયપુર ગામમાં એક બગલો ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. બગલાને પણ રેસક્યું કરી પશુ સારવાર કેન્દ્ર સંખેડામાં લઇ સારવાર કરવામાં આવી હતી. આમ સંખેડા રેન્જ ફોરેસ્ટ ટીમ દ્વારા બે પક્ષીઓનો જીવ બચાવ્યો છે.