તાપી જિલ્લાના સોનગઢમાં આવેલી યુનિક વિદ્યાભવનમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના ટ્રસ્ટીએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જો સમગ્ર બનાવની વાત કરીએ તો યુનિક વિદ્યાભવનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ભોગ બનનાર વિદ્યાર્થીના કલાસરૂમાંથી અન્ય એક વિદ્યાર્થી પાસેથી તમાકુ મળી આવ્યું હતું.
જે બાદ પૂછપરછ કરતા જે વિદ્યાર્થી પાસેથી તમાકુ મળી આવ્યું હતું. તેણે ભોગબનનાર વિદ્યાર્થીનું નામ આપતા શાળાના ટ્રસ્ટી ઉશ્કેરાઈ ગયા હતા. વિદ્યાર્થીના ગાલ પર થપ્પડ મારી દીધી હતી. જે બાદ વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોતાના પિતાને કરતા વાલી સુનિલ ગામીતે સ્કૂલના ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વનું છે કે, શાળામાં વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે. નહીં કે તમારા હાથનો માર ખાવા, ભલે વિદ્યાર્થી પાસેથી તમાકૂ મળી આવ્યું હોય પણ, તમારે એક શાળાના ટ્રસ્ટી તરીકે વિદ્યાર્થીને સમજાવાનો હોય આ રીતે માર મારવાનો હક્ક તમને નથી.
તમે સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલ કરો છો. તેને મતલબ એ નથી કે તમે ગમે તે વિદ્યાર્થીને આ રીતે માર મારો. પહેલા સમગ્ર ઘટનાની સચ્ચાઈ તપાસી, ત્યાર પછી વિદ્યાર્થીને સમજાવાનો હોય પરંતુ આ રીતે વિદ્યાર્થીને માર મારવો એ યોગ્ય નથી.