ત્રિપુરામાં 60 વિધાનસભાની બેઠકો માટે ગુરૂવારે કડક સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે સાત વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધીમાં 81 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં 3,337 મતદાન મથકો પર મતદાન થયું હતું. જેમાં કુલ મળીને 259 ઉમેદવારો મેદાનમાં હતા.
1100 મતદાન કેન્દ્રો એવા હતા કે જે સંવેદનશીલ માનવામાં આવે છે. જ્યારે 28 મતદાન કેન્દ્રો એવા હતા જે અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવે છે. આ મતદાન પ્રક્રિયામાં મહિલા કર્મચારીઓએ 97 મતદાન મથકોનું સંચાલન કર્યું હતું.
ત્રિપુરમાં આ વખતે ભાજપ-આઈપીએફ્ટી, સીપીઆઈ કોંગ્રેસ અને ટિપરા,મોથા જેવી પાર્ટીઓ ચૂંટણી મેદાન છે. આવનારી બીજી માર્ચે મતદાન પ્રક્રિયાની મતગણતરી કરવામાં આવશે.