બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિઓને કારણે બીબીસી ઓફિસમાં આઈટી વિભાગે સર્ચ પ્રકિયા હાથ ધરી છે. આ બધાં વચ્ચે બીબીસીના ઈતિહાસ પર નજર કરીએ તો. બીબીસીની સ્થાપના 18 ઓક્ટોબર 1922ના રોજ કરવામાં આવી હતી. તેનું નામ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની હતું. બાદમાં બ્રોડકાસ્ટિંગ કંપનીને બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં બદલવામાં આવી હતી. તો 1970માં ઈન્દિરા ગાંધી સરકારે બીબીસી પર પ્રતિંબંધ મૂક્યો હતો.
બીબીસીનો ઈતિહાસ:-
બીબીસીની સ્થાપના 18 ઓક્ટોબર 1922ના રોજ કરવામાં આવી
બીબીસીનું નામ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની તરીકે રાખવામાં આવ્યું
બ્રોડકાસ્ટિંગ કંપનીને બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં બદલવામાં આવ્યું
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની સ્થાપના જાન્યુઆરી 1927માં થઈ
બીબીસી ભારતમાં તેના કાર્યક્રમો હિન્દી, બંગાળી, નેપાળી,તમિલ
ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુ અને અંગ્રેજીમાં કરે છે
બીબીસી પર પ્રતિબંધ:-
1970માં ઈન્દિરા ગાંધી સરકારે બીબીસી પર પ્રતિબંધ મૂક્યો
એક શોમાં ભારતનું નકારાત્મક ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું
બીબીસી પર ફ્રેન્ચ દિગ્દર્શક લુઈસ માલેની એક દસ્તાવેજી શ્રેણી પ્રદર્શિત કરાઈ
તેના પરિણામે દિલ્હીમાં બીબીસી કાર્યાલય બે વર્ષ માટે બંધ કરવામાં આવ્યું હતું