નસવાડી તાલુકાના સાતબેડીયા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી એક્ટિવા તેમજ વિદ્યાર્થીનું આઈકાર્ડ મળી આવતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. એવી આશંકા છે કે, વિદ્યાર્થી એક્ટિવા અને આઈકાર્ડ મૂકી કેનાલમાં કૂદી ગયો હોવાની આશંકા છે.
જે આઈકાર્ડ મળી આવ્યું છે તેના પર ગરુડેશ્વર તાલુકાના ધનિયારા ગામનો રોહિત દિવ્યાંગકુમાર પિતાંબર જેઓ નસવાડીની એસ.બી.સોલંકી વિદ્યામંદિરના ધોરણ 11માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ નસવાડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.